2023 વસ્તી ગણતરી 2023 Census information in Gujarati

વસ્તી ગણતરી શું છે, આપણે તે શા માટે કરીએ છીએ, અને તમે કેવી રીતે ભાગ લઈ શકશો તે જાણો.

2023 વસ્તી ગણતરી 2023 Census information in Gujarati

વસ્તી ગણતરી શું છે, આપણે તે શા માટે કરીએ છીએ, અને તમે કેવી રીતે ભાગ લઈ શકશો તે જાણો.

વસ્તી ગણતરી શું છે What is the census

વસ્તી ગણતરી એ દર પાંચ વર્ષે યોજાતો દેશવ્યાપી સર્વે છે. તે એઓટેરોઆ ન્યુઝીલેન્ડમાં દરેક વ્યક્તિની અને તેઓ જ્યાં રહે છે અથવા રહે છે તે સ્થાનો (રહેઠાણોનો)ની સત્તાવાર ગણતરી છે.

આગામી વસ્તી ગણતરી મંગળવાર, 7 માર્ચ 2023ના રોજ છે.

વસ્તી ગણતરી દરેકને એ સમજવામાં મદદ કરે છે કે એઓટેરોઆ ન્યુઝીલેન્ડ સમય સાથે કેવી રીતે બદલાયું છે. તે સરકાર અને અન્ય સંસ્થાઓને લોકો અને સમુદાયો માટે હોસ્પિટલો, શાળાઓ અને જાહેર પરિવહન જેવી સેવાઓનું આયોજન કરવામાં પણ મદદ કરે છે.

કોણે વસ્તી ગણતરી કરવાની જરૂર છે Who needs to do the census

7 માર્ચ 2023 મંગળવારના રોજ વસ્તી ગણતરીના દિવસે એઓટેરોઆ ન્યુઝીલેન્ડમાં હોય તે દરેક વ્યક્તિએ વસ્તી ગણતરીમાં ભાગ લેવો આવશ્યક છે. આમાં શામેલ છે:

  • ન્યુઝીલેન્ડ ના નાગરિકો
  • ન્યુઝીલેન્ડના કાયમી રહેવાસીઓ
  • ન્યુઝીલેન્ડમાંના વિદેશી રહેવાસીઓ
  • ન્યુઝીલેન્ડમાંના વિદેશી મુલાકાતીઓ.

તમારે હજુ પણ વસ્તી ગણતરી ભરવાની જરૂર છે જો તમે:

  • એવી જગ્યાએ રહો જે ઘર નથી
  • હોસ્પિટલમાં છો
  • સરનામું ધરાવતા નથી
  • ન્યુઝીલેન્ડમાં મુસાફરી કરી રહ્યા છો અથવા કામ કરી રહ્યા છો.

વસ્તી ગણતરીમાં તમને શું પૂછવામાં આવે છે What you are asked in the census

વસ્તીગણતરી તમારા, તમારા નિવાસસ્થાન (તમે જ્યાં રહો છો અથવા રોકાયા છો તે સ્થળ) અને તમારા નિવાસસ્થાનમાં રહેતા અથવા રહેતા અન્ય કોઈપણ લોકો વિશે પ્રશ્નો પૂછે છે.

અમે તમારી પાસેથી જે માહિતી એકત્રિત કરીએ છીએ, તે એઓટેરો ન્યુઝીલેન્ડમાં સ્થાનો અને સમુદાયો વિશેના ડેટા અને આંકડા પ્રદાન કરવા માટે દરેક વ્યક્તિના જવાબો સાથે જૂથબદ્ધ કરવામાં આવે છે.

સ્ટેટ્સ NZ તમારી માહિતી અને ઓળખનું રક્ષણ કરે છે. અમે ખાતરી કરીએ છીએ કે અમે પ્રકાશિત કરીએ છીએ તે ડેટામાં તમારી ઓળખ થઈ શકતી નથી.

અમે તમારા વ્યક્તિગત જવાબોને કોઈની સાથે શેર કરતા નથી. આમાં સામાજિક વિકાસ મંત્રાલય, કૈંગા ઓરા, NZ પોલીસ અથવા ઇનલેન્ડ રેવન્યુ જેવી સરકારી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

તમે તમારા વસ્તી ગણતરીના ફોર્મ્સ કેવી રીતે મેળવશો How you will get your census forms

સ્ટેટ્સ NZ તમને વસ્તી ગણતરી અને કેવી રીતે ભાગ લેવો તેની માહિતી મોકલશે.

  • ન્યુઝીલેન્ડના કેટલાક ભાગોમાં, વસ્તીગણતરીનો સ્ટાફ ઓનલાઈન વસ્તી ગણતરી કરવા માટે પેપર ફોર્મ અને એક્સેસ કોડ સાથેનો પત્ર બંને પહોંચાડવા માટે તમારી મુલાકાત લેશે.
  • ન્યુઝીલેન્ડના અન્ય ભાગોમાં, વસતી ગણતરી ઓનલાઈન કરવા માટે રહેઠાણોને માત્ર એક્સેસ કોડ સાથેનો પત્ર મોકલવામાં આવશે.

તમે વસ્તી ગણતરી ઓનલાઈન અથવા પેપર પર કરી શકો છો You can do the census online or on paper

તમારા રહેઠાણને શું મળે છે તે મહત્વનું નથી, તમે વસ્તી ગણતરી ઓનલાઈન અથવા પેપરના ફોર્મ પર કરવાનું પસંદ કરી શકો છો.

જો તમને તમારા રહેઠાણ પર પેપર ફોર્મ્સ પ્રાપ્ત ન થાય, અથવા તમને વધુની જરૂર હોય, તો તમે તેને કોઈપણ મૂલ્ય વગર અમારી પાસેથી મંગાવી શકો છો.

ઓનલાઈન અને પેપર ફોર્મ અંગ્રેજી અને દ્વિભાષી તે રીઓ માઓરી/અંગ્રેજી માં ઉપલબ્ધ છે. અંગ્રેજી પેપર ફોર્મ્સ લાર્જ પ્રિન્ટ ફોર્મેટમાં પણ ઉપલબ્ધ છે.

પેપર ફોર્મ્સ ઓર્ડર કરો

ફ્રી ફોન: 0800 CENSUS (0800 236 787)

તમારા વસ્તીગણતરી ફોર્મ્સ ક્યારે પૂર્ણ કરવાના હોય છે When to complete your census forms

તમે તમારા વસતી ગણતરીના ફોર્મ્સ મેળવતાની સાથે જ ભરી શકો છો. મંગળવાર, 7 માર્ચ 2023 ના રોજ વસ્તી ગણતરીના દિવસે અથવા તે પહેલાં આ કરવાનો પ્રયાસ કરો.

જ્યારે તમે તમારા વસ્તી ગણતરીના ફોર્મ્સ ભરો છો, ત્યારે તમે મંગળવાર, 7 માર્ચ 2023ની રાત્રે જ્યાં રોકાઈ રહ્યા છો આ તેના માટે કરો છો.

તમે તેમને વસ્તી ગણતરી- દિવસ પછી પણ ભરી શકો છો.

તમારા વસ્તીગણતરી ફોર્મ્સ કેવી રીતે પૂર્ણ કરવા How to complete your census forms

વસ્તી ગણતરીમાં બે ફોર્મ્સનો સમાવેશ થાય છે.

  • એક તમારા રહેઠાણ વિશે છે. આને કહેવાય છે રહેઠાણ ફોર્મ. દરેક રહેઠાણ માં માત્ર એક જ વ્યક્તિએ આ ભરવાની જરૂર છે. જો તમે અન્ય લોકો સાથે રહો છો, તો તપાસો કે આ કોણ કરશે.
  • એક તમારા વિશે છે. આને કહેવાય છે વ્યક્તિગત ફોર્મ. રહેઠાણમાં રહેતા દરેક વ્યક્તિએ વ્યક્તિગત ફોર્મ ભરવાની જરૂર છે. માતાપિતા અથવા સંભાળ રાખનારાઓએ તપાસ કરવાની જરૂર છે કે શિશુ સહિત બાળકો માટે વ્યક્તિગત ફોર્મ ભરેલું છે કે નહીં.

તમારા વસ્તી ગણતરીના ફોર્મ્સ ભરવા માટે મદદ કેવી રીતે મેળવવી How to get help to complete your census forms

જો તમને તમારા વસ્તી ગણતરીના ફોર્મ ભરવા માટે મદદની જરૂર હોય, તો તમે તમારા વિશ્વાસુ વ્યક્તિને મદદ કરવા માટે કહી શકો છો જેમ કે:

  • મિત્ર

  • કુટંબનો સભ્ય઼

  • વસ્તી ગણતરી કલેક્ટર.

તમે વસ્તી ગણતરી હેલ્પ લાઇન 0800 CENSUS (0800 236 787)

. પર મફતમાં ફોન કરી શકો છો.

તમે પૂછી શકો છો કોણ બોલે છે:

  • Te reo Māori
  • સમોઅન
  • ટોંગાન
  • મેન્ડરિન
  • કેન્ટોનીઝ
  • કોરિયન
  • હિન્દી
  • પંજાબી

અમારી વસ્તી ગણતરી ટીમો લોકોને તેમની વસ્તી ગણતરી પૂર્ણ કરવામાં મદદ કરવા માટે વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજશે.

તમારી નજીકનું સ્થાન શોધવા માટે અહીં તપાસો (ઇવેન્ટ મેપની લિંક).

તમારી માહિતી અને ગોપનીયતા Your information and privacy

તમે અમને આપેલા જવાબો અમે ખાનગી અને સુરક્ષિત રાખીએ છીએ. અમે કાયદા અને ધોરણો લાગુ કરીને અને સુરક્ષાના બહુવિધ સ્તરોનો ઉપયોગ કરીને આ કરીએ છીએ. જ્યારે અમે વસ્તીગણતરીનો ડેટા પ્રકાશિત કરીએ છીએ ત્યારે કોઈ તમને અથવા વસ્તી ગણતરીના પ્રશ્નોના તમારા જવાબોને ઓળખી શકશે નહીં.